Big change in GST: નાણાં મંત્રાલયે શુક્રવારે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (GoM)ને બે-સ્તરીય GST દરની રચનાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં રોજિંદી વસ્તુઓ પર ટેક્સનો બોજ ઘટાડવાનો ઉદ્દેશ છે. આ પ્રસ્તાવ નેક્સ્ટ જનરેશન GST સુધારનો ભાગ છે, જેની ઘોષણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં કરી હતી. આ સુધારથી નાના ઉદ્યોગોને ફાયદો થશે અને ટેક્સ સિસ્ટમ સરળ બનશે.