How to start Business: જો તમે એવો બિઝનેસ શરૂ કરવા માંગો છો જેમાં તમે મોટી કમાણી કરી શકો અને ઓછી મૂડી ધરાવો છો તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને એક એવો બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ, જેને 5,000 રૂપિયાના રોકાણથી શરૂ કરી શકાય છે. આ બિઝનેસ ચા પત્તીનો છે. રોજિંદા વસ્તુઓમાં પણ ચાની પત્તી મુખ્ય છે. આજે દેશનો દરેક વર્ગ ચાનો શોખીન છે. મોટાભાગના ઘરોમાં સવારની શરૂઆત ચાથી થાય છે. આવી સ્થિતિમાં, આ બિઝનેસમાંથી ખૂબ સારી આવક મેળવી શકાય છે. અમીર હોય કે ગરીબ દરેક વ્યક્તિ આ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે.

