પબ્લિક સેક્ટરની અગ્રણી બેન્ક ઓફ બરોડા (BoB) પોતાના કસ્ટમર્સને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજનાઓ પર આકર્ષક વ્યાજ દરો ઓફર કરી રહી છે. બેન્ક વિવિધ મુદતની FD યોજનાઓ પર 4.25 ટકાથી લઈને 7.65 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. માર્કેટ કેપિટલાઇઝેશનની દૃષ્ટિએ દેશની બીજી સૌથી મોટી સરકારી બેન્ક ગણાતી બેન્ક ઓફ બરોડામાં કરોડો ભારતીયોના ખાતા છે. આજે અમે તમને બેન્ક ઓફ બરોડાની એક ખાસ બચત યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમે માત્ર 1 લાખ રૂપિયા જમા કરીને 16,022 રૂપિયાનું નિશ્ચિત વ્યાજ મેળવી શકો છો. આ યોજના છે બેન્ક ઓફ બરોડાની 2 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ.

