GST on Hostel-PG Rent: જો તમે હોસ્ટેલ અથવા પીજીમાં રહો છો તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. હવે વિદ્યાર્થીઓએ હોસ્ટેલ અથવા પીજી (પેઇંગ ગેસ્ટ)ના ભાડા માટે વધુ GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) ચૂકવવો પડશે. ઓથોરિટી ઓફ એડવાન્સ રુલીંગ્સ (AAR) એ બે અલગ-અલગ કેસોની સુનાવણી બાદ હોસ્ટેલ અને પીજીના ભાડા પર 12 ટકા GST લાદવાનો આદેશ આપ્યો છે. એટલે કે હોસ્ટેલ અને પીજીમાં રહેતા વિદ્યાર્થીઓએ હવે વધુ પૈસા ચૂકવવા પડશે. AARએ કહ્યું કે રહેણાંક મિલકત અને પીજી કે હોસ્ટેલ એક સમાન નથી. તેથી, સમાન નિયમ બંને માટે લાગુ કરી શકાય નહીં.

