Senior Citizen Savings Scheme: વરિષ્ઠ નાગરિકો માટે ઉપયોગી સમાચાર છે. દેશની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટરની બેન્ક HDFC હવે સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) હેઠળ થાપણો સ્વીકારી શકે છે. અત્યાર સુધી, વરિષ્ઠ નાગરિક સેવિંગ યોજના ખાતું પોસ્ટ ઓફિસ અને જાહેર સેક્ટરની બેન્કોમાં ખોલી શકાતું હતું. હવે વરિષ્ઠ નાગરિકો HDFC બેન્કમાં વરિષ્ઠ નાગરિક સેવિંગ એકાઉન્ટ પણ ખોલી શકે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને 8.2 ટકા વ્યાજ મળે છે. આ સરકાર દ્વારા ચલાવવામાં આવતી સેવિંગ યોજના છે. આ યોજના હેઠળ પસંદ કરાયેલા વરિષ્ઠ નાગરિકોને નિશ્ચિત વ્યાજ એટલે કે આવક મળે છે. નિવૃત્તિ પછી નિશ્ચિત આવક મેળવવા માટે આ યોજના શ્રેષ્ઠ વિકલ્પ છે.