Section 80C Deduction Limit: ટેક્સપેયર્સ લાંબા સમયથી અપેક્ષા રાખી રહ્યા છે કે 80C હેઠળ ઉપલબ્ધ છૂટ લિમિટમાં વધારો કરવામાં આવશે. હાલમાં, 80C હેઠળ 1.50 લાખ રૂપિયાની કર છૂટ ઉપલબ્ધ છે. જો કે, તાજેતરમાં 80Cની લિમિટ વધારવા અંગે સરકાર તરફથી પ્રતિક્રિયા આવી છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80C હેઠળ છૂટ લિમિટ વધારવા માટે કોઈ પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો નથી.

