Home loan transfer: હાલની હોમ લોન બેલેન્સને ટ્રાન્સફર કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. એક નાણાકીય સંસ્થામાંથી બીજી નાણાકીય સંસ્થામાં હોમ લોન ટ્રાન્સફર કરવાથી તમને રાહત મળી શકે છે. જો તમે પણ તમારી હોમ લોન બીજી બેન્ક કે સંસ્થામાં સ્વિચ કરવા અથવા ટ્રાન્સફર કરવા માંગતા હો, તો બેસ્ટ ડીલ મળે તે માટે ઉપલબ્ધ બધી હોમ લોનની તુલના કરવી મહત્વપૂર્ણ છે. હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર પસંદ કરતા પહેલા તમારે ધ્યાનમાં લેવી જોઈએ તેવી કેટલીક બાબતોની ચર્ચા કરીએ.