Get App

મની મેનેજર: વિદેશ ફરવા જવું હવે પડી શકે છે મોંધુ, 1 જુલાઈથી વિદેશમાં થતા ખર્ચે પર 20 ટકા TCS

આગળ જાણકારી લઈશું ટ્રાન્સેન્ડ કેપિટલનાં ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી અને અસીમ મહેતા & એસોસિયેટના અસીમ મહેતા પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Jun 01, 2023 પર 7:19 PM
મની મેનેજર: વિદેશ ફરવા જવું હવે પડી શકે છે મોંધુ, 1 જુલાઈથી વિદેશમાં થતા ખર્ચે પર 20 ટકા TCSમની મેનેજર: વિદેશ ફરવા જવું હવે પડી શકે છે મોંધુ, 1 જુલાઈથી વિદેશમાં થતા ખર્ચે પર 20 ટકા TCS

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું 20 ટકા ટીસીએસ ફોરેન સ્પેન્ડિંગ પર, ફોરેન ટુરનો ખર્ચ વધશે, ઇન્ટરનેશલ રોકાણ પર આની કેટલી અસર?

આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં જ સરકાર દ્વારા ક્રેડિટ કાર્ડ દ્વારા ફોરેનમાં થતા ખર્ચ પર 20 ટકા ટીસીએસ એટલે કે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ લાગુ કર્યોં છે. આનાથી સ્વાભાવિક રીતે ફોરેન ટ્રાવેલ કરનારનો ખર્ચ તો વધશે જ પરંતુ શું આનાથી તમારા ફોરેનમાં થતા રોકાણ પર પણ કોઇ અસર થશે આ અંગે આજે આપણે ચર્ચા કરીશુ. આગળ જાણકારી લઈશું ટ્રાન્સેન્ડ કેપિટલનાં ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ, કાર્તિક ઝવેરી અને અસીમ મહેતા & એસોસિયેટના અસીમ મહેતા પાસેથી.

ટ્રાન્સેન્ડ કેપિટલના ડિરેક્ટર - ઇન્વેસ્ટમેન્ટ, કાર્તિક ઝવેરીના મતે -

સાધારણ વ્યક્તિનાં ટુર પ્લાન પર ચોકક્સ અસર થશે. રિફન્ડ લેવા માટે પણ ઘણો સમય રાહ જોવી પડશે. 20 ટકા ટીસીએસ કરવાથી સરકારની આવક વધારે વધી નહી શકે. ફોરેન ટુર ઘણા વર્ષે લોકો એક વખત જતા હોય છે. ટુર કંપની માટે કંમ્યલાયન્સ વધી શકે છે. મધ્યમ વર્ગનાં લોકો પર આ ટીસીએસ વધારાની મોટી અસર થશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો