કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હવે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે નવી સુવિધા લઈને આવી છે. હવે વરિષ્ઠ નાગરિકો આયુષ્માન એપ અથવા વેબસાઈટ દ્વારા આયુષ્માન વય વંદના કાર્ડ મેળવી શકે છે અને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનું મફત મેડિકલ ટ્રીટમેન્ટ મેળવી શકે છે. આ યોજના દેશભરના સરકારી અને લિસ્ટેડ ખાનગી હોસ્પિટલોમાં કેશલેસ ટ્રીટમેન્ટ પૂરું પાડે છે, જેનો લાભ હવે એપ દ્વારા સરળતાથી ઉપલબ્ધ થશે.