PM Kisan Samman Nidhi: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana)એ ગ્રામીણ વિસ્તારના ગરીબ ખેડૂતો માટે મોટો આધાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે 27 ફેબ્રુઆરીએ PM-કિસાન યોજનાના 13મા હપ્તા તરીકે 8 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 16,800 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. દેશભરના કરોડો ખેડૂતો હવે 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર ટૂંક સમયમાં જ પીએમ કિસાન યોજનાનો 14મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે.

