SBI Home loans rate: ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ હોમ લોન મોંઘો કરી દીધો છે. બેન્કે નવા ગ્રાહકો માટે Interest Rateમાં 0.25% નો વધારો કર્યો છે. હવે નવા હોમ લોનની દરો 7.5% થી 8.70% વચ્ચે રહેશે. આ વધારો ખાસ કરીને ઓછા ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકોને અસર કરશે. બેન્કે પોતાના Loan Rateની Upper Limit વધારી છે, એટલે નવા ગ્રાહકો માટે EMIનો ભાર થોડો વધી શકે છે. જુલાઈના છેલ્લા પખવાડિયામાં SBIની હોમ લોન વ્યાજ દર 7.5% થી 8.45% હતી. પરંતુ નવી વધારાની જાહેરાત પછી આ દર 7.5% થી 8.70% સુધી પહોંચી ગઈ છે.