SCSS Interest Rate Change Expectation: કેન્દ્ર સરકાર આ મહિનાના અંત સુધીમાં સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS)ના વ્યાજ દરોમાં સુધારો કરી શકે છે. જો કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે વરિષ્ઠ નાગરિકોને આ માટે થોડી વધુ રાહ જોવી પડી શકે છે. સરકાર વરિષ્ઠ નાગરિક બચત યોજનાના વ્યાજ દરોમાં સુધારો કરશે તેવી આશા ઓછી છે. હાલમાં વરિષ્ઠ નાગરિકોને આ યોજના હેઠળ તેમની થાપણો પર 8% વ્યાજ મળે છે. કેન્દ્રીય બજેટ 2023માં SCSS જમા મર્યાદા વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી હતી.

