કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ઇન્વેસ્ટર્સને ચેતવણી આપી છે. સેબીએ ઇન્વેસ્ટર્સને બિન-સૂચિબદ્ધ કંપનીઓની સિક્યોરિટીઝમાં અનધિકૃત ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ અને વેબસાઈટ પર વ્યવહાર કરવા સામે ચેતવણી આપી છે. માર્કેટ રેગ્યુલેટરે જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, 1956 અને સેબી એક્ટ, 1992નું ઉલ્લંઘન કરે છે, જે બંનેનો હેતુ સિક્યોરિટી માર્કેટમાં ઇન્વેસ્ટર્સના હિતોનું રક્ષણ કરવાનો છે.