મોર્ગન સ્ટેનલીએ હેલ્થકેર પર માર્કેટ કેપ દ્વારા ભારતની ટોચની 4 ફાર્મા કંપનીઓ પર રિપોર્ટ આપ્યો. FY25-27માં અર્નિંગ્સ ગ્રોથ ધીમો પડી શકે છે. કંપનીઓની બેલેન્સ શીટ અને રોકાણ યોજનાઓ સકારાત્મક રહેશે. સન ફાર્મા માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1960 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત સ્પેશિયાલિટી પાઇપલાઇન, ક્રોનિક-ફોકસ્ડ ઇન્ડિયા બિઝ, સોલિડ બેલેન્સ શીટ છે. લ્યુપિન માટે ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2096 પ્રતિશેરના નક્કી કર્યા છે. H1FY26 મજબૂત રહી શકે,પણ US સ્પર્ધા એક રિસ્ક છે. ડૉ.રેડ્ડીઝ માટે ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1298 પ્રતિશેરના નક્કી કર્યા છે. ડાયાબિટીઝની દવા સેમાગ્લુટાઇડનું વેચાણ આશ્ચર્યજનક બની શકે છે. સિપ્લા માટે અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1400 પ્રતિશેરના નક્કી કર્યા છે. FY25–27માં EPSમાં -2% CAGR અનુમાન છે.