Budget 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારે મંગળવારે બજેટ રજૂ કર્યું છે. આ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કેન્દ્રીય બજેટમાં ઈન્ટર્નશિપ સ્કીમની જાહેરાત બાદ મંગળવારે કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ ખુશ છે કે લોકસભા ચૂંટણી બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે મુખ્ય વિપક્ષી પાર્ટીનો મેનિફેસ્ટો વાંચ્યો.