Budget 2024: સોમવારથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ પૂર્ણ સત્રના પહેલા દિવસે આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. મંગળવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત સાતમી વખત સામાન્ય બજેટ રજૂ કરીને નવો રેકોર્ડ બનાવશે. સત્રના સુચારૂ સંચાલનમાં વિપક્ષનો સહયોગ મેળવવા સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. સત્ર દરમિયાન સરકાર ફાઇનાન્સ બિલ સહિત છ બિલ પસાર કરવાની યોજના ધરાવે છે.