Get App

Budget 2026-27: ચાંદી, કોપર અને ઝિંકના ભાવ કાબૂમાં આવશે? સરકાર લાવી રહી છે દમદાર માઈનિંગ પોલિસી

Budget 2026-27: આગામી બજેટ 2026-27માં ચાંદી, કોપર અને ઝિંક માટે મોટી જાહેરાત થવાની શક્યતા છે. સરકાર આયાત પર નિર્ભરતા ઘટાડવા અને ઘરઆંગણે ઉત્પાદન વધારવા નવી માઈનિંગ પોલિસી લાવી રહી છે. જાણો શું થશે ફાયદો.

MoneyControl Newsઅપડેટેડ Jan 14, 2026 પર 5:49 PM
Budget 2026-27: ચાંદી, કોપર અને ઝિંકના ભાવ કાબૂમાં આવશે? સરકાર લાવી રહી છે દમદાર માઈનિંગ પોલિસીBudget 2026-27: ચાંદી, કોપર અને ઝિંકના ભાવ કાબૂમાં આવશે? સરકાર લાવી રહી છે દમદાર માઈનિંગ પોલિસી
આ મેટલ્સની ઉપલબ્ધતા વધારવા માટે અત્યારે સરકારી સ્તરે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે.

Budget 2026-27: ભારતમાં હવે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ઉદ્યોગો માટે ખૂબ જ મહત્વની ગણાતી ધાતુઓ જેવી કે ચાંદી, કોપર (તાંબુ) અને ઝિંક (જસત)ની અછત અને વધતા ભાવ ચિંતાનો વિષય બન્યા છે. આ સમસ્યાના ઉકેલ માટે સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં માઈનિંગ સેક્ટર માટે એક ખાસ નવી નીતિ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.

આયાત પર નિર્ભરતા ઘટાડવા સરકારનો પ્લાન

અત્યારે ભારત ચાંદી અને કોપર જેવી ધાતુઓ માટે મોટાભાગે વિદેશી આયાત પર નિર્ભર છે. આ મેટલ્સની ઉપલબ્ધતા વધારવા માટે અત્યારે સરકારી સ્તરે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. સરકારનો મુખ્ય હેતુ એ છે કે આ ધાતુઓનું ઉત્પાદન ભારતમાં જ એટલે કે ઘરઆંગણે વધવું જોઈએ. જો આપણે મેન્યુફેક્ચરિંગ હબ બનવું હોય, તો વિદેશ પરની નિર્ભરતા લાંબા સમય સુધી ચાલે તેમ નથી.

માઈનિંગમાં ખાનગી કંપનીઓને મળશે મોટું પ્રોત્સાહન

નવી નીતિમાં પ્રાઈવેટ સેક્ટર એટલે કે ખાનગી કંપનીઓ માટે મોટી તકો ઉભી કરવામાં આવશે. સરકારનો પ્લાન નીચે મુજબ છે:

ખાનગી ક્ષેત્રનો રોલ: માઈનિંગ ક્ષેત્રે રિફોર્મ્સ કરીને પ્રાઈવેટ પ્લેયર્સની ભૂમિકા વધારવામાં આવશે.

પ્રોસેસિંગને પ્રોત્સાહન: માત્ર ખોદકામ જ નહીં, પરંતુ ચાંદી, કોપર અને ઝિંકનું પ્રોસેસિંગ પણ દેશમાં જ થાય તે માટે ઈન્સેન્ટિવ (પ્રોત્સાહન) આપવામાં આવશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો