Get App

Budget 2026: CNG કાર ચાલકોને જલસા! બજેટમાં મોટી જાહેરાત, હવે સસ્તામાં થશે મુસાફરી - જાણો શું બદલાયું?

બજેટ 2026માં નાણામંત્રીએ CNG અને બાયોગેસ સસ્તા કરવાની જાહેરાત કરી છે. કસ્ટમ ડ્યુટીના નિયમો બદલાતા વાહન ચાલકોને મોટી રાહત મળશે. EV બેટરીના ભાવ પણ ઘટશે. જાણો વિગતવાર.

MoneyControl Newsઅપડેટેડ Feb 01, 2026 પર 3:37 PM
Budget 2026: CNG કાર ચાલકોને જલસા! બજેટમાં મોટી જાહેરાત, હવે સસ્તામાં થશે મુસાફરી - જાણો શું બદલાયું?Budget 2026: CNG કાર ચાલકોને જલસા! બજેટમાં મોટી જાહેરાત, હવે સસ્તામાં થશે મુસાફરી - જાણો શું બદલાયું?
સરકારના આ પગલાથી માત્ર ખિસ્સાને જ નહીં પણ પર્યાવરણને પણ ફાયદો થશે. બાયોગેસ અને સીએનજીનો વપરાશ વધવાથી કાર્બન ઉત્સર્જન ઘટશે અને ભારત વિદેશી ઈંધણ પરની નિર્ભરતા ઘટાડી શકશે.

Budget 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026માં વાહન ચાલકો, ખાસ કરીને મધ્યમ વર્ગ માટે રાહતના સમાચાર આપ્યા છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે હવે સીએનજી (CNG) અને બાયોગેસ સસ્તા કરવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી સીએનજી કાર માલિકો અને પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સના ઈંધણ ખર્ચમાં સીધો ઘટાડો થશે.

નિયમોમાં શું ફેરફાર થયો?

નાણામંત્રીએ બજેટમાં બાયોગેસ મિશ્રિત સીએનજી (Biogas Blended CNG) પર કસ્ટમ ડ્યુટી ગણવાની પદ્ધતિમાં મોટો ફેરફાર કર્યો છે.

પહેલા શું હતું?

અત્યાર સુધી જ્યારે બાયોગેસ મિશ્રિત સીએનજી પર કસ્ટમ ડ્યુટી ગણવામાં આવતી હતી, ત્યારે તે કુલ ઈંધણની કિંમત પર લાગતી હતી.

હવે શું થશે?

હવેથી કસ્ટમ ડ્યુટીની ગણતરી કરતી વખતે બાયોગેસની કિંમતને અલગ રાખવામાં આવશે અથવા તેના પર છૂટ આપવામાં આવશે. જેના કારણે ટેક્સનો બોજ ઘટશે અને ગેસના ભાવ નીચે આવશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો