Get App

Budget 2026: સરકાર ફરી ખોલશે તિજોરી! મૂડીખર્ચમાં 10-15% વધારાની શક્યતા, પ્રાઇવેટ સેક્ટર હજુ પણ સતર્ક

Budget 2026: 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા Budget 2026માં સરકાર Capital Expenditureમાં 10-15% નો વધારો કરી શકે છે. જાણો શું કહે છે આર્થિક નિષ્ણાતો અને કયા સેક્ટરમાં આવશે તેજી.

MoneyControl Newsઅપડેટેડ Jan 18, 2026 પર 12:36 PM
Budget 2026: સરકાર ફરી ખોલશે તિજોરી! મૂડીખર્ચમાં 10-15% વધારાની શક્યતા, પ્રાઇવેટ સેક્ટર હજુ પણ સતર્કBudget 2026: સરકાર ફરી ખોલશે તિજોરી! મૂડીખર્ચમાં 10-15% વધારાની શક્યતા, પ્રાઇવેટ સેક્ટર હજુ પણ સતર્ક
Budget 2026: 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા Budget 2026માં સરકાર Capital Expenditureમાં 10-15% નો વધારો કરી શકે છે.

Budget 2026: દેશના આગામી સામાન્ય બજેટ (Budget 2026) માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 1 ફેબ્રુઆરી, રવિવારના રોજ સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2026-27 માટેનું બજેટ રજૂ કરશે. આ બજેટમાં પણ સરકારનો મુખ્ય ફોકસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પર રહેવાની પૂરેપૂરી શક્યતા છે.

એક્સપર્ટ્સના મતે, સરકાર મૂડીખર્ચ (Capital Expenditure)માં પોતાનું ફોકસ યથાવત રાખી શકે છે. હાલના 11.21 લાખ કરોડ રૂપિયાના ખર્ચમાં 10થી 15 ટકાનો વધારો થવાની સંભાવના છે, જ્યારે પ્રાઇવેટ સેક્ટર હજુ પણ થોડું સાવચેત જોવા મળી રહ્યું છે.

રાતોરાત મોટો વધારો શક્ય નથી

શું સરકાર ખર્ચમાં સીધો 30 ટકાનો વધારો કરી શકે? આ સવાલ પર આર્થિક સલાહકારો સ્પષ્ટ ના પાડે છે. નિષ્ણાંતોના મતે, અર્થવ્યવસ્થામાં મૂડીખર્ચને પચાવવાની એક મર્યાદા હોય છે. તેમણે કહ્યું કે, "તમે રાતોરાત ખર્ચમાં 30 ટકાનો વધારો ન કરી શકો. કારણ કે આટલા મોટા પાયે કામ કરવા માટે જે કન્સ્ટ્રક્શન ક્ષમતા, ભારે મશીનરી અને સંસાધનોની જરૂર પડે છે, તે તાત્કાલિક ઉભા નથી થતા. તેથી, અમને આશા છે કે આ બજેટમાં મૂડીખર્ચમાં લગભગ 10 ટકાનો વધારો જોવા મળી શકે છે અને ફાળવણી 12,000 અબજ (12 લાખ કરોડ) રૂપિયાની આસપાસ રહી શકે છે."

પ્રાઇવેટ સેક્ટરની સ્થિતિ: ક્યાં તેજી અને ક્યાં સાવચેતી?

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગયા બજેટમાં (2025-26) મૂડીખર્ચ માટે 11.21 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. જોકે, પ્રાઇવેટ સેક્ટરનું રોકાણ હજુ પણ મિશ્ર પ્રતિસાદ આપી રહ્યું છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, પ્રાઇવેટ મૂડીખર્ચની સમસ્યા એ છે કે તે દરેક ક્ષેત્રમાં એકસમાન નથી. સિમેન્ટ અને સ્ટીલ જેવા પરંપરાગત ઉદ્યોગો અત્યારે પૈસા લગાવી રહ્યા છે અને વિસ્તરણ કરી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા જંગી જાહેર રોકાણને કારણે આ સેક્ટરમાં માંગ વધી છે.

આ સેક્ટર્સમાં જોવા મળી રહ્યો છે ઉત્સાહ

બધા સમાચાર

+ વધુુ વાંચો