Get App

Budget Session 2026: આજથી સંસદમાં જંગ! 'વીબી-જીરામજી' અને 'SIR' પર સરકાર-વિપક્ષ આમને-સામને, જાણો શું છે આખો વિવાદ?

India Budget Session 2026: આજથી સંસદનું બજેટ સત્ર 2026 શરૂ થઈ રહ્યું છે. ઇતિહાસમાં પહેલીવાર રવિવારે બજેટ રજૂ થશે. બીજી તરફ, 'વીબી-જીરામજી' અને 'SIR' મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે જોરદાર ટક્કરના એંધાણ છે. વાંચો સંપૂર્ણ રિપોર્ટ.

MoneyControl Newsઅપડેટેડ Jan 28, 2026 પર 11:51 AM
Budget Session 2026: આજથી સંસદમાં જંગ! 'વીબી-જીરામજી' અને 'SIR' પર સરકાર-વિપક્ષ આમને-સામને, જાણો શું છે આખો વિવાદ?Budget Session 2026: આજથી સંસદમાં જંગ! 'વીબી-જીરામજી' અને 'SIR' પર સરકાર-વિપક્ષ આમને-સામને, જાણો શું છે આખો વિવાદ?
India Budget Session 2026: આજથી સંસદનું બજેટ સત્ર 2026 શરૂ થઈ રહ્યું છે.

India Budget Session 2026: ભારતીય રાજનીતિ અને દેશના અર્થતંત્ર માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. આજથી સંસદના બજેટ સત્ર 2026નો પ્રારંભ થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંયુક્ત અભિભાષણ સાથે આ સત્રના પહેલા તબક્કાની શરૂઆત થઇ છે.. જોકે, સત્ર શરૂ થાય તે પહેલાં જ સરકાર અને વિપક્ષ વચ્ચે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે સંસદમાં હંગામો થવાની પૂરી શક્યતા છે.

બજેટ સત્રનું ટાઈમટેબલ: ઇતિહાસમાં પહેલીવાર રવિવારે બજેટ

આ વખતનું બજેટ સત્ર બે ભાગમાં વહેંચાયેલું છે. પહેલો તબક્કો આજથી શરૂ થઈને 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે બીજો તબક્કો થોડા બ્રેક બાદ 9 માર્ચથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલશે.

સૌથી રસપ્રદ વાત એ છે કે, ભારતીય સંસદના ઇતિહાસમાં પહેલીવાર રજાના દિવસે એટલે કે રવિવારે બજેટ રજૂ કરવામાં આવશે. 1 ફેબ્રુઆરીએ રવિવાર હોવા છતાં, નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે, જેની પર આખા દેશની નજર રહેશે.

'વીબી-જીરામજી' (VB-G RAM G) પર કેમ છે બબાલ?

સત્ર શરૂ થાય તે પહેલાં યોજાયેલી સર્વદળીય બેઠકમાં વિપક્ષે એક મહત્વની માંગ મૂકી હતી, જેને સરકારે ચોખ્ખી ના પાડી દીધી છે. વિપક્ષ 'વીબી-જીરામજી' કાયદા પર ચર્ચા કરવા માંગતો હતો.

તમને જણાવી દઈએ કે, આ કાયદો જૂના મનરેગા (MGNREGA) કાયદાનું સ્થાન લઈ રહ્યો છે. સરકારનો દાવો છે કે આ નવા કાયદા હેઠળ ગ્રામીણ પરિવારોને રોજગારીની વધુ ગેરંટી મળશે. મનરેગામાં 100 દિવસનું કામ મળતું હતું, જ્યારે આ નવા કાયદામાં 125 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો