Get App

Budget 2024-25 Date: મોદી સરકાર 23 જૂલાઈના રજુ કરશે બજેટ, સંસદનુ સત્ર 22 જૂલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે

કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રીએ એક એક્સ પોસ્ટમાં જાણકારી આપત કહ્યું, ભારત સરકારની ભલામણ પર, ભારતના માનનીય રાષ્ટ્રપતિએ સંસદના બંને ગૃહો 22 જુલાઈ 2024 થી 12 ઓગસ્ટ 2024 સુધી બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

MoneyControl Newsઅપડેટેડ Jul 06, 2024 પર 5:53 PM
Budget 2024-25 Date: મોદી સરકાર 23 જૂલાઈના રજુ કરશે બજેટ, સંસદનુ સત્ર 22 જૂલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશેBudget 2024-25 Date: મોદી સરકાર 23 જૂલાઈના રજુ કરશે બજેટ, સંસદનુ સત્ર 22 જૂલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે
સંસદનું નવું સત્ર 22મી જુલાઈથી શરૂ થશે અને 12મી ઓગસ્ટ સુધી ચાલશે.

સંસદનું નવું સત્ર (Parliament Budget Session) 22મી જુલાઈથી શરૂ થશે અને 12મી ઓગસ્ટ સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. રિજિજુ (Kiren Rijiju) એ કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્ર સરકારની ભલામણને સ્વીકારી લીધી છે. ખાસ વાત એ છે કે બજેટ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સંસદના સત્ર દરમિયાન 23 જુલાઈએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) લોકસભામાં બજેટ રજૂ કરશે.

કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રીએ એક એક્સ પોસ્ટમાં જાણકારી આપત કહ્યું, "ભારત સરકારની ભલામણ પર, ભારતના માનનીય રાષ્ટ્રપતિએ સંસદના બંને ગૃહો 22 જુલાઈ 2024 થી 12 ઓગસ્ટ 2024 સુધી બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. બજેટ સત્ર 2024 કેન્દ્રીય બજેટ 2024-25 23 જુલાઈ 2024 ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવશે."

તેની પહેલા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નવી સરકારની રચના પછી પહેલા સત્રના સંપન્ન થવા પર સંસદના બન્ને સદનોના ગુરુવારના બંન્ને ગૃહોને સ્થગિત કર્યો હતો. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું હતું કે સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની ભલામણ પર રાષ્ટ્રપતિએ સંસદના બંને ગૃહોને સ્થગિત કર્યા હતા. અઢારમી લોકસભાના પહેલા સત્રની બાદ 2 જુલાઈના સંસદના નીચલા સદનને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવ્યું હતું. ત્યારે રાજ્યસભાનું 264મું સત્ર 3 જુલાઈના રોજ સ્થગિત કરવામાં આવ્યું હતું.

કિરણ રિજિજૂના ટ્વીટને તમે નીચે જોઈ શકો છો-

બધા સમાચાર

+ વધુુ વાંચો