Railway Budget 2025: આ વખતે બજેટમાં રેલવે પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી શકે છે. રેલ્વે મુસાફરોની સલામતી અને આધુનિકીકરણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. આ વર્ષના બજેટમાં રેલવે માટે ફાળવણી વધી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આગામી બજેટમાં રેલવે માટે ફાળવણી 15-20 ટકા વધી શકે છે. આ ઉપરાંત, 100 નવી અમૃત ભારત ટ્રેનો ચલાવવાનો નિર્ણય પણ શક્ય છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં 10 થી વધુ વંદે ભારત ટ્રેનો ચલાવવાની જાહેરાત પણ થઈ શકે છે.