Budget 2024-25: કેન્દ્ર સરકાર આગામી બજેટમાં નીચલા મધ્યમ વર્ગને ભેટ આપી શકે છે. આ બાબતથી વાકેફ કેટલાક સરકારી અધિકારીઓએ મનીકંટ્રોલને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વપરાશને પ્રોત્સાહન આપવા માટે સરકાર આવકવેરા સ્લેબમાં ફેરફાર કરી શકે છે. સરકારનું માનવું છે કે ટેક્સમાં રાહત મળવાથી લોકો પાસે વધુ બચત થશે, જેનો ઉપયોગ તેઓ અન્ય વસ્તુઓ ખરીદવા માટે કરશે. તેનાથી દેશમાં વપરાશ વધશે અને પહેલાથી જ મજબૂત જીડીપી વૃદ્ધિને વધુ વેગ મળશે. તમને જણાવી દઈએ કે સરકાર જુલાઈના બીજા પખવાડિયામાં 2024-25નું બજેટ રજૂ કરશે.