સ્ટીલ સેક્રેટરી સંદીપ પોંડરિકે જણાવ્યું કે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધને કારણે સ્ટીલના આયાતમાં નોંધપાત્ર વધારો થવાની સરકારને અપેક્ષા નથી. ગયા મહિને ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (DGTR)એ ચોક્કસ સ્ટીલ ઉત્પાદો પર 200 દિવસ માટે 12 ટકા સેફગાર્ડ ડ્યુટી લાદવાની ભલામણ કરી હતી.