પ્રાઇવેટ સેક્ટરની દિગ્ગજ કોટક મહિન્દ્રા બેન્કને ભારતીય રિઝર્વ બેન્ક (RBI) તરફથી મોટી રાહત મળી છે. ટેકનોલોજી સંબંધિત ચિંતાઓને કારણે નવ મહિનાથી વધુ સમયથી કોટક મહિન્દ્રા બેન્ક પર લાદવામાં આવેલા ગંભીર વ્યવસાયિક પ્રતિબંધો RBI એ હટાવી લીધા છે. પીટીઆઈના અહેવાલ મુજબ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બુધવારે 'સિઝ એન્ડ ડિઝિસ્ટ' આદેશ ઉઠાવી લેવાની જાહેરાત કરી. બેન્કને આપવામાં આવેલી આ રાહત ખૂબ મદદરૂપ થશે.