US tariffs : અમેરિકાએ ભારત પર 25% વધારાના ટેરિફની સૂચના જારી કરી છે. આજથી ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાગુ થશે. તેની અસર શું થશે તે સમજાવતા, CNBCના યતીન મોટાએ જણાવ્યું હતું કે, અમેરિકાએ ભારત પર 25% વધારાના ટેરિફનું નોટિફિકેશન જારી કર્યું છે. 25 ટકા વધારાનો ટેરિફ આવતીકાલે સવારે 9:31 વાગ્યાથી ભારતીય સમય અનુસાર અમલમાં આવશે. વધારાના ટેરિફ સહિત કુલ ટેરિફ વધીને 50 ટકા થશે.