Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નાની રેન્જમાં કારોબાર, કોપરની કિંમતોમાં ઘટાડો

ચાંદીમાં પણ વેચવાલી જોવા મળી, અહીં વૈશ્વિક બજારમાં નાની રેન્જમાં કારોબાર રહ્યો, કિંમતો 37 ડૉલર પર સ્થિર છે, તો સ્થાનિક બજારમાં 1 લાખ 13 હજાર 285ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ Aug 06, 2025 પર 3:51 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નાની રેન્જમાં કારોબાર, કોપરની કિંમતોમાં ઘટાડોકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નાની રેન્જમાં કારોબાર, કોપરની કિંમતોમાં ઘટાડો
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકાથી વધુ ઘટીને 264ના સ્તરી પાસે પહોંચતી દેખાઈ હતી.

ગઈકાલની તેજી બાદ સોનામાં ઉપલા સ્તરેથી મામુલી વેચવાલી જોવા મળી, જોકે તેમ છતા COMEX પર ભાવ 3370ના સ્તરની ઉપર છે, જ્યારે સ્થાનિક બજારમાં રૂપિયામાં મજબૂતીની અસર રહેતા કિંમતોમાં ઉપલા સ્તરેથી વેચવાલી રહી, છતા ભાવ 1 લાખના સ્તરને પાર યથાવત્ છે.

તો ચાંદીમાં પણ વેચવાલી જોવા મળી, અહીં વૈશ્વિક બજારમાં નાની રેન્જમાં કારોબાર રહ્યો, કિંમતો 37 ડૉલર પર સ્થિર છે, તો સ્થાનિક બજારમાં 1 લાખ 13 હજાર 285ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં કોપરમાં વેચવાલી રહી, પણ બાકી મેટલ્સમાં પોઝિટીવ કારોબાર જોવા મળ્યો હતો. અહીં વૈશ્વિક બજારમાં કોપરના ફ્યુચર્સમાં કિંમતો ઘટીને 4 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી...અહીં ચિલીમાં કોડેલ્કો માઈનમાં ઉત્પાદનને લઈ ચિંતા બનતા કોપરની કિંમતો પર અસર દેખાઈ રહી છે.

ક્રૂડ ઓઈલમાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર યથાવત્ છે, અહીં બ્રેન્ટના ભાવ ફરી વધીને 68 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, જ્યારે NYMEX ક્રૂડમાં 65 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં રશિયા તરફથી ઓઈલ ખરીદનાર દેશો પર USના કડક વલણથી ક્રૂડની કિંમતોમાં ફરી મજબૂતી જોવા મળી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો