ચાલુ ઘઉં વિપણન સીઝન 2025-26માં સરકારે અત્યાર સુધીમાં 2.86 કરોડ ટન ઘઉંની ખરીદી કરી છે, જે ગત વર્ષની સરખામણીએ વધુ છે. શુક્રવારે જાહેર થયેલા સરકારી આંકડા અનુસાર, આ ખરીદ 2022-23 સીઝન પછીની સૌથી વધુ છે. આ વર્ષે દેશમાં રેકોર્ડ 11.53 કરોડ ટન ઘઉંના ઉત્પાદનની આશા છે. જોકે, આ સીઝન માટે નિર્ધારિત 3.12 કરોડ ટનના ટાર્ગેટથી ખરીદી હજુ પાછળ છે.