રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની Jioના IPOને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી આવતા વર્ષે એટલે કે 2025માં Jioનો IPO લોન્ચ કરી શકે છે. નિષ્ણાતોના મતે Jioનું વેલ્યુએશન 100 અબજ ડોલરથી વધુ છે. જોકે, રિલાયન્સ રિટેલના IPO માટે લાંબી રાહ જોવી પડી શકે છે. રોઇટર્સના અહેવાલ મુજબ આ મામલાની જાણકારી ધરાવતા બે સૂત્રોએ આ માહિતી આપી છે.