Excelsoft Technologies તેના પબ્લિક ઇશ્યૂ દ્વારા રુપિયા 700 કરોડ સુધીનું ફંડ એકત્ર કરવા માંગે છે. કંપનીએ 28 ફેબ્રુઆરીના રોજ કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યો હતો. આ મુજબ, IPOમાં 210 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર હશે. 490 કરોડ રૂપિયાના શેરની ઓફર-ફોર-સેલ પણ હશે. ઓફર-ફોર-સેલ દ્વારા, કંપનીના પ્રમોટર્સ પેદાન્થા ટેક્નોલોજીસ રુપિયા 340 કરોડના શેર વેચશે અને ધનંજય સુધન્વા રુપિયા 150 કરોડના શેર વેચશે.