Get App

US Shutdown: અમેરિકાનું ઐતિહાસિક શટડાઉન 43 દિવસ પછી સમાપ્ત, ટ્રમ્પ સરકારને મળ્યું ફંડ, કામકાજ ફરી શરૂ

43 દિવસના રેકોર્ડબ્રેક અમેરિકી શટડાઉનનો આખરે અંત આવ્યો છે. US હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે સ્પેન્ડિંગ બિલ પસાર કરીને ટ્રમ્પ સરકારને ફંડ પૂરું પાડ્યું છે. જાણો બિલ કેવી રીતે પાસ થયું અને હવે આગળ શું થશે.

MoneyControl Newsઅપડેટેડ Nov 13, 2025 પર 11:41 AM
US Shutdown: અમેરિકાનું ઐતિહાસિક શટડાઉન 43 દિવસ પછી સમાપ્ત, ટ્રમ્પ સરકારને મળ્યું ફંડ, કામકાજ ફરી શરૂUS Shutdown: અમેરિકાનું ઐતિહાસિક શટડાઉન 43 દિવસ પછી સમાપ્ત, ટ્રમ્પ સરકારને મળ્યું ફંડ, કામકાજ ફરી શરૂ
અમેરિકાના ઇતિહાસનું સૌથી લાંબુ સરકારી શટડાઉન 43 દિવસ બાદ સમાપ્ત

American Government Shutdown: અમેરિકાના ઇતિહાસમાં સૌથી લાંબુ ચાલેલું સરકારી શટડાઉન આખરે 43 દિવસ પછી સમાપ્ત થઈ ગયું છે. ફંડના અભાવે ઠપ્પ પડેલી સરકારી કામગીરીને ફરીથી શરૂ કરવાનો માર્ગ મોકળો થયો છે, કેમ કે US હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ખર્ચ બિલ પસાર કર્યું છે.

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં આ ખર્ચ બિલ 209 મતોથી પસાર થયું હતું. હવે આ બિલને અંતિમ મંજૂરી માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે મોકલવામાં આવશે. પ્રમુખની મહોર લાગતાં જ આ ઐતિહાસિક શટડાઉન સત્તાવાર રીતે પૂર્ણ થશે.

ડેમોક્રેટ્સના સાથથી બિલ થયું પાસ

પ્રમુખ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી માટે આ સ્પેન્ડિંગ બિલ પસાર કરવું એક પડકાર હતો. રિપબ્લિકન પાર્ટીને બિલને પસાર કરવા માટે વિપક્ષી પાર્ટી, ડેમોક્રેટ્સના 6 સાંસદોના મતોની જરૂર હતી. આખરે, 6 ડેમોક્રેટ્સે રિપબ્લિકન-નેતૃત્વવાળા આ બિલને ટેકો આપ્યો અને તેના પક્ષમાં મતદાન કર્યું, જેના પરિણામે બિલ પસાર થઈ શક્યું.

મુખ્ય મુદ્દાઓ પર સમજૂતી

બંને મુખ્ય પક્ષો વચ્ચે નીચેના મુદ્દાઓ પર સમજૂતી સધાઈ છે:

* ટ્રમ્પ વહીવટીતંત્ર શટડાઉન દરમિયાન છૂટા કરાયેલા તમામ સરકારી કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો