Gujarat weather forecast: રાજ્યમાં વરસાદે લાંબો વિરામ લેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ઓગસ્ટ મહિનો લગભગ કોરોકટ ગયો છે. કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા, પરંતુ ખેતીલાયક સારો વરસાદ જોવા મળ્યો ન હતો. સપ્ટેમ્બર મહિનાના 10 દિવસ વીતી ગયા હોવા છતાં લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે ખેડૂતો અને સામાન્ય લોકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાની નવી આગાહી કરી છે. આગામી 9 થી 15 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં સારો એવો વરસાદી માહોલ જામવાની પૂરેપૂરી શક્યતા છે.

