IMD Weather Update: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની સેટેલાઇટ તસવીરોએ સૌની ચિંતામાં વધારો કર્યો છે. અંતરિક્ષમાંથી લેવાયેલી આ તસવીરોમાં ઉત્તર ભારત અને પાકિસ્તાનના આકાશમાં આશરે 1000 કિલોમીટર લાંબો વાદળોનો એક ઘટ્ટ કાળો પટ્ટો જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો આગામી દિવસોમાં આવનારા કુદરતી ફેરફારનો સંકેત આપી રહ્યા છે. સક્રિય થયેલા શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 48 થી 72 કલાકમાં ઉત્તર અને પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની પૂરેપૂરી શક્યતા છે.

