Get App

‘ભારતે પાકિસ્તાનના મોટાભાગના ડ્રોન તોડી પાડ્યા, ઘણા સારી સ્થિતિમાં મળી આવ્યા', CDS જનરલ અનિલ ચૌહાણનો મોટો ખુલાસો

ભારતના ચીફ ઓફ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂર વિશે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે ભારતે પાકિસ્તાનના મોટાભાગના ડ્રોનને તોડી પાડ્યા છે, ઘણા ડ્રોન સારી સ્થિતિમાં મળી આવ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 16, 2025 પર 12:50 PM
‘ભારતે પાકિસ્તાનના મોટાભાગના ડ્રોન તોડી પાડ્યા, ઘણા સારી સ્થિતિમાં મળી આવ્યા',  CDS જનરલ અનિલ ચૌહાણનો મોટો ખુલાસો‘ભારતે પાકિસ્તાનના મોટાભાગના ડ્રોન તોડી પાડ્યા, ઘણા સારી સ્થિતિમાં મળી આવ્યા',  CDS જનરલ અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
જનરલ ચૌહાણે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ભારતીય સીમામાં હથિયાર રહિત ડ્રોન્સ નો ઉપયોગ કર્યો હતો.

ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂર અંગે એક મોટો ખુલાસો કર્યો છે, જેમાં જણાવ્યું છે કે ભારતીય દળોએ પાકિસ્તાનના મોટાભાગના ડ્રોન્સને નિષ્ક્રિય કરી દીધા હતા, અને તેમાંથી ઘણા ડ્રોન્સને સારી કન્ડિશનમાં રિકવર પણ કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાને માનવરહિત ડ્રોનનો ઉપયોગ કર્યો

જનરલ ચૌહાણે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ભારતીય સીમામાં હથિયાર રહિત ડ્રોન્સ નો ઉપયોગ કર્યો હતો. જોકે, ભારતીય સુરક્ષા દળોની સજાગતાને કારણે આમાંથી એક પણ પાકિસ્તાની ડ્રોન ભારતીય સૈન્ય કે નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડી શક્યું નહોતું.

સુરક્ષા માટે રોકાણ અને નિર્માણ કરવું પડશે

માણેકશો સેન્ટર ખાતે UAV (અનમેન્ડ એરિયલ વ્હીકલ) અને C-UAS (કાઉન્ટર-યુએએસ) ના ક્ષેત્રમાં વિદેશી OEM (ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ) પાસેથી આયાત કરાઈ રહેલા મહત્વના કમ્પોનન્ટ્સના સ્વદેશીકરણ પર યોજાયેલી એક પ્રદર્શનની મુલાકાત દરમિયાન CDS ચૌહાણે ભારપૂર્વક કહ્યું કે, "ઓપરેશન સિંદૂરે આપણને બતાવ્યું છે કે આપણા વિસ્તાર માટે સ્વદેશી રીતે વિકસિત કાઉન્ટર-યુએએસ સિસ્ટમ્સ શા માટે જરૂરી છે. આપણે આપણી સુરક્ષા માટે રોકાણ કરવું પડશે અને તેનું નિર્માણ પણ કરવું પડશે."

બધા સમાચાર

+ વધુુ વાંચો