IND vs ENG: ઓવલના ઐતિહાસિક મેદાન પર રમાયેલી આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે પાંચમા દિવસે અદભુત રમતનું પ્રદર્શન કર્યું. ઇંગ્લેન્ડને જીતવા માટે નાના ટાર્ગેટનો પીછો કરવાનો હતો, પરંતુ ભારતીય બોલરોએ મેદાન પર અદમ્ય જુસ્સો અને ચોકસાઈ દાખવી. ખાસ કરીને યુવા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાની જોડીએ ઇંગ્લિશ બેટ્સમેનોને એક પછી એક પેવેલિયન ભેગા કરી દીધા.