તેલ અવીવ: ઈરાન હવે ઈઝરાયલ પર મોટો વળતો હુમલો કરી રહ્યું છે. ઈરાન ઈઝરાયલ પર મોટો મિસાઈલ હુમલો કરી રહ્યું છે. તેલ અવીવ અને બીરશેબા સહિત 4 શહેરો ઈરાનના નિશાના પર છે. ઈરાનની મિસાઈલ દક્ષિણ ઈઝરાયલના બીરશેબા શહેરમાં એક હોસ્પિટલ પર પડી છે. આ ઉપરાંત ઈરાને રામત ગાન અને હોલોન પર પણ હુમલો કર્યો છે. સૌથી વધુ વિનાશ તેલ અવીવમાં જોવા મળી રહ્યો છે. ઈરાનના મિસાઈલ હુમલામાં ઉંચી ઇમારતોને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેલ અવીવના વિવિધ વિસ્તારોમાં 7 ઈરાની મિસાઈલ પડી છે. એવા પણ સમાચાર છે કે ઈરાને ઈઝરાયલના સ્ટોક એક્સચેન્જને પણ નિશાન બનાવીને નુકસાન પહોંચાડ્યું છે.