Semiconductor plants: મંગળવારે (12 ઓગસ્ટ) વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં 4,594 કરોડ રૂપિયાના રોકાણ સાથે ચાર નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાને મંજૂરી આપી. કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ ચાર નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ એક મજબૂત ચિપ મેકિંગ ઇકોસિસ્ટમ બનાવવાના ભારતના પ્રયાસોમાં વધુ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ ચાર મંજૂર પ્રોજેક્ટ્સમાંથી કુલ 2,034 કુશળ લોકોને રોજગાર મળવાની અપેક્ષા છે.