Get App

શેરબજારમાં ‘બ્લેક ફ્રાઈડે': સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો, રોકાણકારોના 5.17 લાખ કરોડ ધોવાયા

Stock Market Crash: ભારતીય શેરબજારમાં ભારે કડાકો. સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ અને નિફ્ટી 359 પોઈન્ટ તૂટ્યો. માત્ર એક જ દિવસમાં રોકાણકારોને 5.17 લાખ કરોડનું નુકસાન. જાણો બજારમાં ઘટાડાના 5 મુખ્ય કારણો વિશે.

MoneyControl Newsઅપડેટેડ May 29, 2026 પર 4:42 PM
શેરબજારમાં ‘બ્લેક ફ્રાઈડે': સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો, રોકાણકારોના 5.17 લાખ કરોડ ધોવાયાશેરબજારમાં ‘બ્લેક ફ્રાઈડે': સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો, રોકાણકારોના 5.17 લાખ કરોડ ધોવાયા
Stock Market Crash: શેરબજાર માટે સાબિત થયો ‘બ્લેક ફ્રાઈડે'

Stock Market Crash: ભારતીય શેરબજાર માટે શુક્રવારનો દિવસ અત્યંત નિરાશાજનક રહ્યો. સપ્તાહના અંતિમ કારોબારી દિવસે બજારમાં અચાનક આવેલી ભારે વેચવાલીને કારણે સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty)માં મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1000 થી વધુ પોઈન્ટ તૂટી ગયો હતો, જેના કારણે માત્ર થોડા જ કલાકોમાં શેરબજારના રોકાણકારોના 5.17 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે. આ સળંગ ત્રીજો એવો દિવસ છે જ્યારે બજાર લાલ નિશાનમાં બંધ થયું છે.

આંકડાઓની નજરે બજારની સ્થિતિ

શુક્રવારે બપોર પછી બજારમાં જોરદાર વેચવાલી (Selling) શરૂ થઈ હતી. કારોબારના અંતે BSE સેન્સેક્સ 1092.06 પોઈન્ટના ભારે ઘટાડા સાથે 74,775.74 ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 359.40 પોઈન્ટ ગગડીને 23,547.75 ના લેવલ પર સેટલ થયો હતો.

ગુરુવારે (28 મે) બકરીદની રજા હોવાથી બજાર બંધ હતું. અગાઉ બુધવારે જ્યારે બજાર બંધ થયું ત્યારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 4,70,15,345.51 કરોડ રૂપિયા હતું. જે શુક્રવારે માર્કેટ બંધ થવા પર ઘટીને 4,64,97,814.78 કરોડ રૂપિયા થઈ ગયું. એટલે કે રોકાણકારોની સંપત્તિમાં સીધો 5,17,530.73 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

સવારની ખુશી બપોર સુધીમાં ગાયબ

શુક્રવારે સવારે માર્કેટ ખૂબ જ સારા મૂડમાં ખુલ્યું હતું. સેન્સેક્સ અગાઉના ક્લોઝિંગથી 352 પોઈન્ટ ઉછળીને 76,220.02 ની ટોચે પહોંચ્યો હતો. તેવી જ રીતે નિફ્ટી પણ ખુલતાની સાથે જ 95 પોઈન્ટ વધીને 24,002.80 ના લેવલ પર ગયો હતો. ગ્લોબલ માર્કેટના સારા સંકેતો અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે શરૂઆતમાં બજારને સારો સપોર્ટ મળ્યો હતો. પરંતુ બપોર પછી ટ્રેન્ડ બદલાયો અને છેલ્લા એક કલાકમાં ભારે પેનિક સેલિંગ જોવા મળ્યું. સેન્સેક્સ ગગડીને 74,589.11 અને નિફ્ટી 23,484.75 ના લો (Low) લેવલ સુધી જતો રહ્યો હતો.

બજારમાં કડાકા પાછળના 5 મુખ્ય કારણો:

બધા સમાચાર

+ વધુુ વાંચો