Get App

Stock Market Holiday: 15 જાન્યુઆરીએ શેરબજાર બંધ રહેશે, જાણો NSE એ કેમ બદલ્યો નિર્ણય

15 જાન્યુઆરી 2026, ગુરુવારે મહારાષ્ટ્રમાં ચૂંટણીને કારણે BSE અને NSE પર ટ્રેડિંગ બંધ રહેશે. જાણો NSE ના નવા સર્ક્યુલર અને માર્કેટ હોલીડે વિશેની સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Jan 12, 2026 પર 7:03 PM
Stock Market Holiday: 15 જાન્યુઆરીએ શેરબજાર બંધ રહેશે, જાણો NSE એ કેમ બદલ્યો નિર્ણયStock Market Holiday: 15 જાન્યુઆરીએ શેરબજાર બંધ રહેશે, જાણો NSE એ કેમ બદલ્યો નિર્ણય
મુંબઈ સહિત મહારાષ્ટ્રની 29 નગર નિગમોમાં ચૂંટણી યોજાઈ રહી છે. ખાસ કરીને BMC ચૂંટણીને કારણે મુંબઈમાં બેંકો, સરકારી કચેરીઓ અને અન્ય સંસ્થાઓ બંધ રહેશે.

Stock Market Holiday: શેરબજારમાં રોકાણ કરતા ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ માટે કામના સમાચાર છે. જો તમે પણ 15 જાન્યુઆરી 2026, ગુરુવારના રોજ ટ્રેડિંગ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો થોભી જજો. આ દિવસે BSE અને NSE પર ટ્રેડિંગ બંધ રહેશે.

શા માટે બંધ રહેશે શેરબજાર?

મહારાષ્ટ્રમાં યોજાનારી નગર નિગમની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને શેરબજારમાં રજા જાહેર કરવામાં આવી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ એક સત્તાવાર સર્ક્યુલર બહાર પાડીને આ જાણકારી આપી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ ચૂંટણીઓને કારણે જાહેર રજાનું એલાન કરવામાં આવ્યું છે, જેની અસર શેરબજારના કામકાજ પર જોવા મળશે.

NSE એ નિર્ણયમાં કર્યો ફેરફાર મહત્વની વાત એ છે કે, અગાઉ એક્સચેન્જ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 15 જાન્યુઆરીના રોજ માર્કેટ ખુલ્લું રહેશે અને માત્ર સેટલમેન્ટ હોલીડે રહેશે. પરંતુ હવે નવા નોટિફિકેશન મુજબ, આ નિર્ણય બદલવામાં આવ્યો છે અને હવે તે દિવસે 'ટ્રેડિંગ હોલીડે' રહેશે. એટલે કે આખો દિવસ માર્કેટમાં કોઈ સોદા થશે નહીં.

ક્યા સેગમેન્ટમાં નહીં થાય કામકાજ?

નવા આદેશ મુજબ 15 જાન્યુઆરીએ નીચે મુજબના સેગમેન્ટ્સ બંધ રહેશે:

Equity Segment, Equity Derivatives, Securities Lending and Borrowing (SLB),Currency Derivatives, Interest Rate Derivatives. આ ઉપરાંત, કોમોડિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં પણ સવારનું સત્ર બંધ રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો