ભારતીય શેરબજારમાં છેલ્લા એક અઠવાડિયાથી હાહાકાર મચી ગયો છે. રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા છે. સેન્સેક્સ અને નિફ્ટી પોતાના રેકોર્ડ હાઈથી લગભગ 10 ટકા જેટલા તૂટી ગયા છે. આ સતત થઈ રહેલા ભારે વેચાણના કારણે 9 માર્ચના રોજ બજાર સંપૂર્ણપણે 'ટેકનિકલ કરેક્શન' ના દાયરામાં આવી ગયું છે.

