Get App

Closing Bell: શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 753 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24550ને પાર

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની આશાએ આજે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ રહ્યો. સેન્સેક્સ 750 પોઈન્ટ વધીને 79273 પર અને નિફ્ટી 24576 પર બંધ થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 21, 2026 પર 3:47 PM
Closing Bell: શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 753 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24550ને પારClosing Bell: શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 753 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24550ને પાર
નિફ્ટી મિડકેપમાં 0.5% અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં લગભગ 1% ની તેજી નોંધાઈ હતી.

Closing Bell: વૈશ્વિક બજારમાં ચાલી રહેલી હલચલ વચ્ચે આજે ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે ખુશીના સમાચાર આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર એટલે કે યુદ્ધવિરામ આગળ વધવાની આશાએ બજારના સેન્ટિમેન્ટને મજબૂત બનાવ્યું છે. મંગળવારે, 21 એપ્રિલના રોજ ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ જોરદાર તેજી સાથે બંધ થયા છે.

સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ

શેરબજારમાં આજે શરૂઆતથી જ મજબૂતી જોવા મળી હતી. BSE સેન્સેક્સ 78,617.16 ના સ્તર પર ખુલ્યો હતો, જે દિવસ દરમિયાન 79,367 ના હાઈ સુધી ગયો હતો. અંતે સેન્સેક્સ 753.03 પોઈન્ટ અથવા 0.96% ના ઉછાળા સાથે 79,273.33 ના સ્તરે બંધ થયો હતો.

તેવી જ રીતે, NSE નિફ્ટી 24,374 પર ખુલ્યા બાદ 24,600 ના લેવલને પાર કરી ગયો હતો. દિવસના અંતે નિફ્ટી 211.75 પોઈન્ટ અથવા 0.87% ની મજબૂતી સાથે 24,576.60 પર બંધ રહ્યો હતો.

આ શેરોએ બજારને આપ્યો ટેકો

આજના આકર્ષક ઉછાળા પાછળ બેન્કિંગ અને FMCG શેરોમાં થયેલી મોટા પાયે ખરીદી મુખ્ય કારણ છે. ખાસ કરીને ICICI બેન્ક અને HDFC બેન્ક જેવા હેવીવેઈટ શેરોમાં તેજીને કારણે નિફ્ટીમાં સારી રિકવરી જોવા મળી હતી. એશિયન બજારોમાં જોવા મળેલી તેજીની અસર પણ ભારતીય બજાર પર સ્પષ્ટ વર્તાતી હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો