મિશ્ર વૈશ્વિક પરિબળોને લીધે હાલના સમયમાં શૅરબજારમાં વોલેટિલિટી હોવાથી મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ અમૂક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. મ્યુચ્યુઅલ ફંડથી ટૂંકા ગાળે તેમ જ લાંબા ગાળે કમાણી કરી શકાય છે. પરંતુ પોર્ટફોલિયોનું સંચાલન વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો જ ચક્રવૃદ્ધિનો ખરો ફાયદો રોકાણકારોને થાય છે. સફળ રોકાણકારોની શરૂઆત સારી હોય છે અને તેઓ નાણાકીય ડિસિપ્લિન રાખે છે અને જોખમ પણ ગણતરી કરીને જ લેતા હોય છે.