આંધ્રપ્રદેશ સરકારે વકફ બોર્ડને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. નાયડુ સરકારે અગાઉની જગન મોહન સરકાર દ્વારા રચાયેલ વકફ બોર્ડને ભંગ કરી દીધું છે. રાજ્યના કાયદા અને લઘુમતી કલ્યાણ મંત્રી એન. મોહમ્મદ ફારુકે કહ્યું કે શનિવારે આ સંબંધમાં આદેશ જાહેર કરવામાં આવ્યા છે.

