કોંગ્રેસ પાર્ટીએ આગામી 8 અને 9 એપ્રિલે અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે યોજાનારા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના અધિવેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ આ અધિવેશનનો વિષય ‘ન્યાયપથ: સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ’ નક્કી કર્યો છે. આ દરમિયાન વિદેશ નીતિ, શિક્ષણ અને ખાનગી ક્ષેત્રમાં આરક્ષણના અમલીકરણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.