રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે નવા વર્ષ નિમિત્તે નીતિશ કુમાર વિશે મોટું નિવેદન આપ્યું છે. પુત્ર તેજસ્વી યાદવના નિવેદન પર પલટવાર કરતા લાલુ પ્રસાદ યાદવે સ્પષ્ટ કહ્યું છે કે જો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર તેમની સાથે ગઠબંધનમાં આવે છે તો તેમના માટે દરવાજા ખુલ્લા છે. લાલુ યાદવનું આ નિવેદન એટલા માટે હેડલાઈન્સમાં છે કારણ કે મકરસંક્રાંતિની આસપાસ બિહારની રાજનીતિમાં અવારનવાર કોઈને કોઈ રમત થતી રહે છે. ખરમાસ ખતમ થયા બાદ બિહારમાં સત્તા પરિવર્તન થતું રહ્યું છે.