કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામાન્ય રીતે પીએમ મોદીની ટીકા કરતા જોવા મળે છે. વડાપ્રધાન ચૂંટણી રેલીઓથી લઈને સંસદ સુધી તેમનું લક્ષ્ય રહે છે. પરંતુ શુક્રવારે ખડગે પીએમ મોદી સાથે અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે વડાપ્રધાનનો હાથ પોતાના હાથમાં પકડી રાખ્યો હતો. તેમની વાત સાંભળીને પીએમ મોદી હસી પડ્યા હતા. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને અન્ય ઘણી હસ્તીઓ ત્યાં હાજર હતી. આ પ્રસંગ હતો ડૉ. ભીમરાવ આંબેડકરની 69મી પુણ્યતિથિ પર સંસદ ભવનનાં લૉનમાં આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમનો.