છેલ્લા કેટલાક દિવસોથી મહાકુંભમાં મુસ્લિમોના પ્રવેશને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જ્યાં એક તરફ ઋષિ-મુનિઓએ મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે, તો બીજી તરફ મુસ્લિમ ધર્મગુરુઓ તેનો વિરોધ કરી રહ્યા છે. મહાકુંભની તૈયારીઓ વચ્ચે ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેમણે મહાકુંભ મેળાની જગ્યાને વકફ બોર્ડની જમીન ગણાવી હોવાનું જણાવ્યું હતું. પ્રયાગરાજના મુસલમાનોની પણ પ્રશંસા કરતા તેમણે કહ્યું કે તેઓ ઘણા મોટા દિલના છે. પરંતુ અખાડા પરિષદ તેમના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી રહી છે.