Modi Govt 3.0: PM નરેન્દ્ર મોદી રવિવારે (9 જૂન) ત્રીજી વખત ભારતના વડા પ્રધાન તરીકે શપથ લઈ શકે છે. અગાઉ એવા સમાચાર હતા કે તેમનો શપથગ્રહણ એક દિવસ પહેલા 8મી જૂને થશે. સૂત્રોએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ 9 જૂને સાંજે 6 વાગ્યે યોજાઈ શકે છે. મોદીએ બુધવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું અને શપથ ગ્રહણ સમારોહ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો પત્ર સોંપ્યો. રાષ્ટ્રપતિએ વડાપ્રધાન અને મંત્રી પરિષદ તરીકે તેમનું રાજીનામું સ્વીકાર્યું અને નવી સરકાર સત્તા સંભાળે ત્યાં સુધી તેમના પદ પર ચાલુ રહેવા વિનંતી કરી.

