પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) એ જમ્મુ અને કાશ્મીરમાં 2014ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. 10 વર્ષ બાદ નેશનલ કોન્ફરન્સ (NC) જમ્મુ અને કાશ્મીરમાં જોરદાર જીત નોંધાવવાના માર્ગ પર છે. 2010ની વિધાનસભા ચૂંટણીમાં એનસીને 15 બેઠકો મળી હતી. આ વખતે નેશનલ કોન્ફરન્સ પાર્ટી 41 સીટો પર આગળ છે. એટલે કે નેશનલ કોન્ફરન્સ ગત વખત કરતાં લગભગ ત્રણ ગણી વધુ બેઠકો જીતી રહી છે.