મણિપુર રાજ્ય ગત કેટલાય મહિનાઓથી હિંસાના સંકટમાં ઘેરાયેલું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હિંસાત્મક ઘટનાઓ સતત બની રહી છે. આ દરમિયાન રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. આવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાજ્યસભા સાંસદ લીશેમ્બા સનાજાઓબાએ મણિપુરમાં સરકાર રચવા અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આગામી એકથી બે મહિનામાં રાજ્યમાં લોકપ્રિય સરકારની રચના થવાની આશા વ્યક્ત કરી છે અને તમામ રાજકીય આશા વ્યક્ત કરી છે અને રાજકીય નેતાઓને એક થઈને પડકારોનો સામનો કરવા અપીલ કરી છે.